[raw]
ગઢડા છેલ્લું : ૨૮
સંવત 1885ના કાર્તિક વદિ 1 પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
પછી શ્રીજીમહારાજને સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો જે,
પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચર એ ત્રણને શ્રીજીમહારાજે પૂછ્યું જે,
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે અમે પૂછીએ છીએ જે,
(પ્ર.૪) द्युपतय एव ते न ययुरन्तमनन्ततया ॥ એવી રીતે માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન, ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય? ને જો થાય છે તો શું જાણ્યામાં ફેર છે? કેમ જે જનરલ સાહેબને જાણ્યો છે જે એ સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે ને બળિયો છે ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્યો હોય તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે જે તે રાજાએ એમ જાણ્યું છે જે બળિયો જે જનરલ સાહેબ તેનો એ હમેલિયો છે, અને જેથી જે બળિયો તેની આગળ માન રહે નહિ, તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય-સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેના સંતની આગળ માન કેમ રહે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે હે મહારાજ! તમે ઠીક કહો છો; જો એમ માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ તે સંતને આગળ થાય જ નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જુઓને! ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાહ્યા હતા, પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિષે હેતવાળી જે વ્રજની ગોપિયું તેના ચરણની રજને પામ્યા સારું વન-વેલીનો અવતાર માગ્યો તે કહ્યું છે જે:– ॥ आसामहो चरणरेणुजुषामहं स्यां… ॥ તથા બ્રહ્માએ પણ કહ્યું છે જે:–
॥ अहो! भाग्यमहो! भाग्यं नंदगोपव्रजौकसां। यन्मित्रं परमानंदं पूर्णं ब्रह्म सनातनं ॥
એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું માહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે જ નહિ ને તેને આગળ દાસાનુદાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઇચ્છે જ નહિ અને એમ મનમાં થાય નહિ જે હવે તો ક્યાં સુધી ખમીએ? આપણ તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરશું તે માટે એમ માહાત્મ્ય સમજે તો માન ટળે એવી રીતે વાર્તા કરી.(બા.૩)
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,
ઇતિ વચનામૃતમ્ || 28 || (262)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૬) છે. તેમાં પહેલું, ચોથું, પાંચમું ને છઠ્ઠું એ કૃપાવાક્યો છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ભગવાનના આકારને ખોટા કરે અને ભગવાનના ધામમાં માયિક પંચવિષય સુખની ઇચ્છા રાખે એ બેય મોક્ષના માર્ગમાંથી પડી જાય છે. (1) બીજામાં પોતાના અવગુણ ટાળીને અમારો નિશ્ચય કરે તે સત્સંગમાંથી પાછો પડે નહિ. (2) ત્રીજા તથા ચોથામાં અમારું માહાત્મ્ય જાણે તો માનાદિક દોષ ટળી જાય છે. (3) પાંચમામાં નિષ્કામ ભક્ત ઉપર અમે રાજી થઈએ છીએ. (4) છઠ્ઠામાં માયિક પંચવિષયે કરીને જીવનપણું મનાણું હોય તે અમારા સુખને પામે નહિ ને માયિક પંચવિષયમાંથી પ્રીતિ ટળી ગઈ હોય તે જ અમારા સુખને પામે છે. (5) બાબતો છે.
પ્ર.૧ ત્રીજા પ્રશ્નમાં બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ તથા સુરાખાચરે માને કરીને પાછા પડી જાઈએ એમ કહ્યું, તે એવા મોટા મુક્તમાં તો માન હોય નહિ ને એમ કેમ કહ્યું હશે?
ઉ.૧ સર્વ દોષમાં માનરૂપી દોષ મોટો છે. માટે સર્વ તજાય પણ માન તજાય નહિ એવું બળવાન છે એમ માનનું અધિકપણું જણાવ્યું છે, પણ એ તો શ્રીજીમહારાજ ભેળા અક્ષરધામમાંથી આવેલા હતા તેમનામાં તો માયાનું કાર્ય હોય જ નહિ, પણ પોતાને મિષે કરીને સાધનિકને ઉપદેશ કર્યો છે.
|| ——-x——- ||
[/raw]