Gadhada Chhellu 27

[raw]

ગઢડા છેલ્લું : ૨૭

સંવત 1885ના કાર્તિક સુદિ 15 પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે વાર્તા કરી જે,

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,

અને વળી એમ વાત કરી જે,

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,

અને તે પછી વડોદરાવાળા નાથભક્તે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 27 || (261)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૬) છે. તેમાં પાંચમું પ્રશ્ન છે ને બીજાં કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે માયિક સુખ નાશવંત ને દુ:ખદાયી જાણવું ને અમારું સુખ દિવ્ય જાણીને અમારે વિષે જોડાવું. (1) બીજામાં ગમે તેવો કઠણ સ્વભાવ હોય તો પણ સત્સંગના ખપવાળો ટાળી નાખે અને સંતને વચને કરીને સ્વભાવની આંટી મૂકી દે અને વર્તમાનની આંટી મૂકે નહિ ને અમારી ને સંતની પ્રસન્નતાને અર્થે વર્તમાન પાળે ને ભક્તિ કરે તે બ્રહ્મર્ષિ છે, અને તુચ્છ સ્વભાવની આંટી સંતને વચને કરીને મૂકે નહિ તે વર્તમાન પાળતો હોય તો પણ રાજર્ષિ છે. (2) ત્રીજામાં માન, ઈર્ષ્યા ને ક્રોધ તે કામ કરતાં ભૂંડાં છે અને અમારું માહાત્મ્ય સમજે તો માન ટળી જાય છે. (3) ચોથામાં નિષ્કામાદિક લક્ષણે યુક્ત જે સંત તેને અમારો સાક્ષાત્ સંબંધ હોય એવા સંતને વચને કરીને જ અમારો નિશ્ચય કરવો ને એવા સંતના વચનમાં જ દૃઢ વિશ્વાસ કરવો તેને જ નિશ્ચય કહેવાય. (4) પાંચમામાં એવા સંત સાથે હેત હોય તેનું કલ્યાણ થાય છે. (5) છઠ્ઠામાં આત્માનું તથા અમારું યથાર્થ સુખ સમાધિએ કરીને તથા દેહ મૂક્યા પછી આવે છે, પણ કેવળ તેની વાતે કરીને આવતું નથી. (6) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply