[raw]
ગઢડા છેલ્લું : ૨૬
સંવત 1885ના કાર્તિક સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,
પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
અને એવો ન હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે હું તો આત્મા છું; બ્રહ્મ છું તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી; હું તો અસંગ છું, એવું અંગ હોય તથા બીજું એમ હોય જે ભગવાનનો મહિમા બહુ સમજે, ને તે મહિમાની બહુ વાર્તા કરે જે કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જાશે તેનો શો ભાર છે? ભગવાનનો મહિમા બહુ મોટો છે. એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારું જે આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિ:સ્વાદપણું, નિ:સ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે ને એમ સમજે જે હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થાશે, ને જો મુંને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થાશે. એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો, તથા માયિક પદાર્થ બંધન કરે ખરું એ સિદ્ધાંત વાર્તા છે.(બા.૩)
પછી વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે,
ઇતિ વચનામૃતમ્ || 26 || (260)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (3) છે. તેમાં પહેલું ને ત્રીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં ઇંદ્રિયો-અંત:કરણને દાબીને અમારા સંબંધી ક્રિયા કરે ને શુદ્ધ બ્રહ્મરૂપ પોતાને માનીને અમારી ઉપાસના કરે એવા એકાંતિક સંતની સેવા તે અમારી સેવા તુલ્ય છે. અને એવા ગુણે યુક્ત બાઈ હોય તેની સેવા બાઈઓએ કરવી એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બીજામાં ધર્મ તથા આસ્તિકપણું ને લાજ એ ત્રણ હોય તે સ્ત્રી આદિકમાં લેવાય નહિ. (2) અને આત્મનિષ્ઠા હોય ને અમારું માહાત્મ્ય બહુ જાણતો હોય તે એમ જાણે જે હું નિષ્કામાદિક ધર્મ નહિ પાળું તો શ્રીજીમહારાજ કુરાજી થશે એમ સમજે તો ધર્મથી પડે નહિ. (3) ત્રીજામાં પોતાને જે અંગ ગમે ને ન ગમે તેની વિક્તિ કહી છે. (4) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં અમારી પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તેમને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા એમ શ્રીજીમહારાજે કહ્યું તે મનુષ્ય કોને જાણવા? ને દેવ કોને જાણવા?
ઉ.૧ માયામાંથી ઉત્પન્ન થાય છે એવા જે જીવ તે જીવકોટીને આ ઠેકાણે મનુષ્ય જાણવા, અને માયાથી પર જે ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, મૂળઅક્ષરકોટી તે સર્વેને આ ઠેકાણે દેવ જાણવા, કેમ જે એ સર્વે ઉત્પત્યાદિક ક્રિયા કરે છે તે ક્રિયા સંત નથી કરતા; સંત તો એક મૂર્તિના સુખમાં જ લુબ્ધ રહે છે. માટે તે સર્વેથી શ્રીજીમહારાજના સંત એટલે મુક્ત તેમને અધિક કહ્યા છે.
પ્ર.૨ આમાં અમારા સંબંધી જ ક્રિયા કરે એવા જે અમારા સંત તે અમારી પેઠે સેવા કરવા યોગ્ય છે એમ શ્રીજીમહારાજે કહ્યું. અને (છે. 35ના 5/6 પાંચમા પ્રશ્નમાં) છો લક્ષણે યુક્ત સાધુની સેવા પણ શ્રીજીમહારાજે પોતાની સેવા તુલ્ય કહી છે અને (વ. 5ના ચોથા પ્રશ્નમાં) મોટા પુરુષની અને શ્રીજીમહારાજની સરખી સેવા કરવાથી સો જન્મે કસર મટવાની હોય તે આ જન્મે મટી જાય એમ કહ્યું છે. આ ત્રણમાં શ્રીજીમહારાજના સરખી જ મોટા સંતની સેવા કરવાનું કહ્યું તે સરખી સેવા કેવી રીતે કરવી?
ઉ.૨ (મ. 54ના પહેલા પ્રશ્નોત્તરમાં) જેવી રીતે આત્મબુદ્ધિ, પોતાપણાની બુદ્ધિ, દેવબુદ્ધિ ને તીર્થબુદ્ધિ રાખવાની કહી છે તેવી રીતે સેવા કરવી.
પ્ર.૩ (3/4 ત્રીજા પ્રશ્નમાં) પોતાને ને અમને અભેદપણે ભજે તે અમને ન ગમે એમ કહ્યું તે શ્રીજીમહારાજને કેવી રીતે ભજે તે અભેદપણે ભજ્યા કહેવાય?
ઉ.૩ પરબ્રહ્મ જે ભગવાન તે હું છું એમ માને પણ સ્વામી-સેવકપણું ન રાખે તે અભેદપણે ભજ્યા કહેવાય. તે શ્રીજીમહારાજને ન ગમે.
|| ——-x——- ||
[/raw]