સંવત 1885ના કાર્તિક સુદિ 10 દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે,
પછી શ્રીજીમહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) હે મહારાજ! કિયા ગુણે કરીને તમે રાજી થાઓ ને કિયા દોષે કરીને કુરાજી થાઓ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, આટલા તો વચનમાં દોષ છે, તે કિયા તો પોતાના અંતરમાં કાંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું જે, હે મહારાજ! તમે કહો તો હું આવી રીતે વર્તું પણ વારંવાર ન કહેવું જે, હે મહારાજ! હું આમ વર્તું, હું આમ વર્તું, તમે કેમ મુંને કહેતા નથી? તે ન ગમે. અને મને પોતાનો ઇષ્ટદેવ જાણે ને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. અને હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિક જે જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે જે ભગવાન કરાવશે તો થાશે તે ન ગમે. અને આમ હું કરીશ એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે. અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશે ન ગમે. અને બીજાં વ્યાવહારિક કામ કરવાં હોય તેમાં તો લાજ તથા આળસ ન હોય ને ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવવાં તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે. અને ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ન ગમે. અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે, પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે તે ન ગમે. તથા કોઈક મોટા તે સભામાં બેઠા હોય ને તેને કુણી મારીને માગ કરીને પોતે બેસે તે ન ગમે. અને બાઈ માણસ હોય ને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે. તથા ચાલે ત્યારે નીચી દૃષ્ટિ રાખીને ચાલે, પણ ફાટી દૃષ્ટિ રાખે નહિ તે ગમે. અને અમારાં દર્શન કરતા હોય ને કોઈક બાઈ-ભાઈ આવે કે કૂતરું નીસરે કે કાંઈ ખડખડે તેની સામું વારંવાર દર્શન મૂકીને જુએ, પણ એક દૃષ્ટિએ દર્શન ન કરે તેની ઉપર તો એવી રીસ ચડે જે શું કરીએ સાધુ થયા, નહિ તો એનું કાંઈક તાડન કરીએ, પણ તે તો થાય નહિ, કેમ જે સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે. અને જે કપટ રાખે, પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહિ તે ન ગમે. અને માન, તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું તે શું તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહિ, એ ત્રણ વાનાં તો અતિશે ભૂંડાં છે. અને હરિભક્તને માંહોમાંહી બરોબરિયાપણું રહે, પણ એક એકનો ભાર ન આવે એ પણ અતિશે ભૂંડું છે.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 25 || (259)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ભક્તિ આદિક ગુણે કરીને અમારી પ્રસન્નતારૂપ ફળને ઇચ્છવું અને શ્રદ્ધાએ કરીને થોડી સેવા કરે તો પણ અમે રાજી થઈએ છીએ. (1) અને ગમે તેવું સુખ દુ:ખ આવી પડે તો પણ નિયમ-ધર્મમાંથી મોળો પડે નહિ તે અમારો ખરો ભક્ત છે. (2) બીજામાં રાજી-કુરાજી થવાના ગુણ-દોષ બતાવ્યા છે અને માન, ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું એટલે જેને જેમ કહેવું ઘટે તેમ તેને કહેવામાં તેનાથી દબાઈને તેની મોબતમાં લેવાવું તે તો અતિશે ભૂંડું છે તથા માંહોમાંહી બરોબરિયાપણું રહે તે પણ અતિશે ભૂંડું છે. (3) બાબતો છે.