સંવત 1882ના ફાગણ વદિ 8 આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને વિષે સંતની પંક્તિમાં લાડુ ફેરવતા હતા, ને સુંદર શ્વેત રૂમાલ મસ્તક ઉપર બાંધ્યો હતો ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને ડાબા ખભા ઉપર ખેસ નાખીને કેડ બાંધી હતી, ને કંઠને વિષે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો.
અને પછી લાડુ ફેરવતાં ફેરવતાં શ્રીજીમહારાજે સાધુ સર્વેને વાર્તા કરી જે,
ઇતિ વચનામૃતમ્ || 8 || (228)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે ત્યાગી-ગૃહી, બાઈ-ભાઈને કોઈ ક્રિયામાં ક્રોધ ઊપજે તો દંડવત્ આદિકે કરીને જેના ઉપર ક્રોધ ઊપજે તેને પ્રસન્ન કરવાની રીત કહી છે. (1) અને અમારા ભક્તને વિષે દેહભાવ ન રાખવો અને કહ્યા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરશે તેનું અંત:કરણ શુદ્ધ થશે ને કામાદિક દોષ ટળી જશે અને એ પ્રાયશ્ચિત્ત નહિ કરે તેને સર્પ તુલ્ય જાણવો. (3) બાબતો છે.
ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિ:સૃત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં અમદાવાદ પ્રકરણં સમાપ્તમ્.