[raw]
ગઢડા મધ્ય : ૬૨
સંવત 1881ના માગશર સુદિ 2 બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી, તથા શ્વેત ચોફાળ ઓઢ્યો હતો, તથા શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી તેને બોલાવીને કહ્યું જે, તમે અમને પ્રશ્ન પૂછો.
પછી પ્રથમ અયોધ્યાપ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે,
એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરીને પછી પોતાની ઇચ્છાએ કરીને બોલતા હવા જે,
અને એ ત્રણ અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ પક્ષ છે, અને એથી જે બહાર રહ્યા તે તો કેવળ પામર કહેવાય. માટે એ ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેડે દેહ મૂકે તે તો ઠીક છે, અને એ ત્રણમાંથી એકે અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી, ને તે તો પાંચ દહાડા વધુ જીવે ને પોતાની અણસમજણને ટાળીને એ ત્રણ અંગમાંથી કોઈક એક અંગ દૃઢ કરીને મરે એ જ ઠીક છે. અને વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે જે જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે, અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે, એવી રીતે એ જીવનો અવળો સ્વભાવ જણાય છે. માટે જે ભગવાનના દૃઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને પોતાના મનનું ગમતું સર્વે મૂકીને ભગવાનને ભજવા ને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે, અને જેને ભગવાનમાં અતિશે પ્રીતિ ન હોય તેને તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દૃઢ કરવી કેમ જે જે ભગવાનના ભક્ત હોય, તેને કાં તો આત્મનિષ્ઠા દૃઢ જોઈએ, ને કાં તો ભગવાનને વિષે અતિશે દૃઢ પ્રીતિ જોઈએ, અને એ બે અંગમાંથી જેને એકે અંગની અતિશે દૃઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દૃઢપણે કરીને રહેવું તો જ સત્સંગી રહેવાય; નહિ તો સત્સંગ થકી બહાર પડી જવાય. અને ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે પ્રકારનાં દુ:ખ આવે છે તે દુ:ખના દેનારા કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી; એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુ:ખને પ્રેરે છે, અને પછી જેમ કોઈક પુરુષ પડદામાં રહીને જુએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે, પણ કાળ, કર્મ, માયાનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે? એ તો ભગવાનની જ ઇચ્છા છે, એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગ્ન રહેવું.(બા.૪)
એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 62 || (195)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૪) છે. ત્રીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં ઈંદ્રિયો, અંતઃકરણ ને જીવ એકાગ્ર થઈને અમારા ભજનમાં જોડાય તો સંસારની વિટમનામાં થયેલાં યોગ્ય-અયોગ્ય સર્વ પાપ ભસ્મ થઈ જાય, ને એકાગ્ર ન થાય તો પાપ ન બળે ને મોક્ષ તો અમારા પ્રતાપે કરીએ. (1) બીજામાં દેહાદિક સર્વને અમારી સેવામાં જોડી દે ને જે અમારા ઉપયોગમાં ન આવે તેનો ત્યાગ કરે તો ગૃહસ્થાશ્રમી અમારા અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. (2) ત્રીજામાં શુકજી આદિકને દૃષ્ટાંતે કહ્યું છે કે દેહાદિક માયાના ટોળાથી પોતાને જુદો માને ને જ્ઞાનરૂપી વિચારે કરીને વૃત્તિ પાછી વાળે તે વૃત્તિ આત્માને વિષે લીન થાય ત્યારે વાસનાલિંગ દેહ નાશ પામે, ને તેના હૃદયમાં પ્રકાશ થાય ને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય ને તેમાં અમારું દર્શન થાય, એવી આત્મનિષ્ઠા દૃઢ કરવી. અને ગોપીઓને દૃષ્ટાંતે અમને દેખીને જ રાજી થવું, પણ અમારા વિના બીજા કોઈને દેખીને રાજી ન થવું ને તેમાંથી વૃત્તિ પાછી ખેંચી લેવી, એવું પતિવ્રતાપણું અમારે વિષે દૃઢ કરવું, અને હનુમાન-ઉદ્ધવને દૃષ્ટાંતે અમારું જ દર્શન ને અમારી જ વાત ને અમારો જ સ્વભાવ ને અમારી પાસે જ રહેવું ગમે, અને અમારો જ રાજીપો ને સેવા ઇચ્છવી ને અમારી આજ્ઞામાં પરમ આનંદ પામવો એવું દાસપણું દૃઢ કરવું તો જ સુખી થવાય. એમ કહીને શ્રી ગોપાળાનંદ સ્વામી તથા શ્રી મુક્તાનંદ સ્વામીની દાસત્વ ભક્તિનાં અંગની પ્રશંસા કરી છે. (3) આ ત્રણ અંગવાળા ભક્તમાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ હોય અને આમાંનું એકેય અંગ ન હોય તે પામર છે, અને આ અંગ દૃઢ કરીને જ મરવું ને અવળા સ્વભાવનો ત્યાગ કરીને અમને ભજવા, અને આત્મનિષ્ઠા ને પ્રીતિ ન હોય તેણે સત્સંગના નિયમમાં રહેવું, અને ન રહે તો સત્સંગથી બહાર પડી જવાય, અને દુઃખ આવે તો અમારી ઇચ્છા જાણવી પણ કાળ આદિકને દુઃખ આપનારા ન જાણવા. (4) અને આ ત્રણ અંગવાળાનો દાસ થઈને તેમની આજ્ઞામાં રહે તે છતી દેહે જ અમારો પાર્ષદ થઈ રહ્યો છે, અને પામર કે પતિત જીવ અમારે કે અમારા સંતને આશરે આવે તો કૃતાર્થ થઈ જાય એવો અમારો ને અમારા ભક્તનો મહિમા છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (5) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવ એ ત્રણે એકાગ્ર થઈને અમારા ભજનમાં જોડાય તો સમગ્ર પાપ ભસ્મ થઈ જાય એમ શ્રીજીમહારાજે કહ્યું તે પાપ કિયાં જાણવાં?
ઉ.૧ સંસારને વિષે રહેનારા પુરુષોને સંસાર સંબંધી પ્રવૃત્તિ હોય તેમાં જે પાપ થાય તે પાપ કહ્યું તે ખેડૂત હોય તેને ખેતીમાં જીવજંતુ મરે તથા વેપારી હોય તેને વેપારમાં જીવજંતુ મરે, એવી જ રીતે સર્વે વર્ણને પોતપોતાના ઉદ્યમમાં સહેજસાજ પાપ થાય તથા વર્તમાન બહાર સંકલ્પ થઈ જાય, તે પાપ શ્રીજીમહારાજની મૂર્તિમાં ઉપશમ કરે તો બળે એમ કહ્યું છે, પણ જે પાપનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે તે પાપનું તો પ્રાયશ્ચિત્ત કરવું જ પડે.
પ્ર.૨ બીજા પ્રશ્નમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે એમ કહ્યું તે નારદ-સનકાદિક કોને કહ્યા હશે?
ઉ.૨ રઘુવીરજી મહારાજે આત્યંતિક મોક્ષ કેમ કરે તો પામે એમ શ્રીજીમહારાજને પૂછ્યું ત્યારે શ્રીજીમહારાજે કહ્યું કે સર્વને અમારી સેવામાં જોડી દે તો અમારા ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે, ને પરમ મોક્ષને પામે એમ કહ્યું તે ત્યાં પરોક્ષ નારદ-સનકાદિક અનાદિ કાળથી તો છે નહિ. માટે આ ઠેકાણે અનાદિ કાળથી પોતાના ધામમાં પોતાના સિદ્ધ મુક્ત રહ્યા છે, તે મુક્તોને એ નામે કહ્યા છે. એમ જો ન કહીએ તો પૂર્વે નારદ-સનકાદિક જે સ્થાનકોમાં વિચરતા હતા તેટલી જ ગતિ થવી જોઈએ, પણ પરમ મોક્ષ પમાય નહિ, માટે આ ઠેકાણે પરમ મોક્ષ પામે એમ કહ્યું છે તે પરમ મોક્ષ તો શ્રીજીમહારાજના મુક્ત પામેલા છે, માટે નારદાદિક નામે પોતાના મુક્તોને જ કહ્યા છે.
પ્ર.૩ ત્રીજા પ્રશ્નમાં જીવ વિચારને પામે છે ત્યારે તેની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે, ને પછી ગઢડા જેટલામાં આવે છે એમ કહ્યું તે કાશી જેટલે એટલે ક્યાં સુધી જાણવી? અને વરતાલ જેટલામાં એટલે ક્યાં સુધી સમજવી? અને ગઢડા જેટલે એટલે ક્યાં સુધી સમજવી? અને દેહ જેટલામાં એટલે ક્યાં સુધી સમજવી? અને ઇંદ્રિયોના ગોલકમાં તે ક્યાં સુધી સમજવી? અને અંતઃકરણ સન્મુખ તે ક્યાં સુધી સમજવી? અને આત્માને વિષે લીન તે કેવી રીતે સમજવી?
ઉ.૩ માયાના કાર્ય આકારે જે વૃત્તિ તે કાશી સુધી જાણવી. અને માયાના કાર્ય જે દેહાદિક તેથી પોતાનો આત્મા પૃથક્ ને સત્ય છે, એવા જ્ઞાનને પામીને મોક્ષની ઇચ્છા થાય તે વરતાલ જેટલામાં આવી એમ જાણવું, આ શુભેચ્છા નામની પહેલી ભૂમિકા જાણવી. (1) અને દેહથી આત્મા જુદો છે એવું દૃઢ શ્રવણ-મનન કરીને આનંદ પામવો એ ગઢડા જેટલામાં આવી એમ સમજવું, આ વિચારણા નામની બીજી ભૂમિકા જાણવી. (2) અને આત્મ-વિચારના નિદિધ્યાસે કરીને અશુભ સંકલ્પને ટાળીને આત્મસ્વરૂપને ગ્રહણ કરવામાં યોગ્યપણું તે દેહ જેટલામાં આવી એમ સમજવું, આ તનુમાનસા નામની ત્રીજી ભૂમિકા જાણવી. (3) આ ત્રણ ભૂમિકાઓ જાગૃત અવસ્થાની કહી છે. અને દેહની વિસ્મૃતિ થઈને આત્માકારે વૃત્તિ થાય તે ઇંદ્રિયોના ગોલકમાં રહી એમ જાણવું, આ સત્તાપત્તિ નામની ચોથી ભૂમિકા જાણવી. (4) અને સંશય રહિત ને માહાત્મ્યે સહિત પરમાત્મા જે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, ને મન સ્થિર થાય ને સુષુપ્તિની પેઠે જાગૃતની વિસ્મૃતિ થાય, પણ ઐશ્વર્યમાં રાગ રહે તે અંતઃકરણ સન્મુખ વૃત્તિ થઈ એમ જાણવું, આ અસંસક્તિ નામની પાંચમી ભૂમિકા જાણવી. (5) અને ઐશ્વર્યરૂપ પદાર્થની ભાવના ટાળીને પોતાના આત્માને શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરબ્રહ્મ સાથે એકતા કરવી તે આત્માને વિષે લીન થઈ જાણવી, આ પદાર્થાભાવી નામની છઠ્ઠી ભૂમિકા જાણવી. (6) અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય, ને એ આત્માને વિષે પરમાત્મા જે શ્રીજીમહારાજ તેમની મૂર્તિનું સાક્ષાત્કાર દર્શન થાય, ને તેમાં સદા નિમગ્ન રહે તે તુર્યગા નામની સાતમી ભૂમિકા જાણવી. (7)
પ્ર.૪ આત્મનિષ્ઠા, પ્રીતિ ને દાસપણું એ ત્રણ અંગ કહ્યા તે સરખાં હશે કે અધિક-ન્યૂન હશે?
ઉ.૪ આ ત્રણ અંગની ઉત્તમ દશા કહી છે માટે ત્રણે સરખાં છે પણ એમાં કોઈ અંગ અધિક ન્યૂન નથી. આ અકેકા અંગમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારે આવી જાય છે.
પ્ર.૫ દાસત્વ ભક્તિવાળા શ્રી ગોપાળાનંદ સ્વામી છે, તથા બીજા મુક્તાનંદ સ્વામી છે એમ કહ્યું તે એમને દાસત્વપણાનું એક જ અંગ હશે કે એ ત્રણે અંગ હશે?
ઉ.૫ ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તે તો અનાદિમુક્ત છે તેમને પ્રતાપે કરીને અનંત જીવો આ ત્રણ અંગે સંપન્ન થઈને શ્રીજીમહારાજની મૂર્તિને સુખે સુખિયા થઈ જાય છે, એવા મહા સમર્થ છે એ તો શ્રીજીમહારાજની સાથે આવેલા હતા એમને વિષે સાધનિકપણાનો ભાવ લાવવો નહિ.
પ્ર.૬ (3/4 ત્રીજા પ્રશ્નમાં) પાંચ દહાડા વધુ જીવીને અણસમજણ ટાળીને મરવું એમ કહ્યું, ને (પં. 1/1માં) ક્યારે દેહ પડે ને ક્યારે ભગવાનના ધામમાં જવાય એમ કહ્યું છે, તે કેવી રીતે સમજવું?
ઉ.૬ આમાં અણસમજણ ટાળવા માટે જીવવું એમ કહ્યું છે, અને (પં. 1માં) જેને શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજીને શ્રીજીમહારાજના સુખમાં દૃષ્ટિ પહોંચી હોય તેની વાત કહી છે.
પ્ર.૭ (4/5 ચોથા પ્રશ્નમાં) ગમે તેવો પામર ને પતિત જીવ હોય ને તે અમારો કે અમારા ભક્તનો આશ્રિત થાય, તો કૃતાર્થ થઈ જાય એમ કહ્યું તે શ્રીજીમહારાજના આશ્રિત તો થવાય, પણ શ્રીજીમહારાજના ભક્તના આશ્રિત કેવી રીતે થવાતું હશે?
ઉ.૭ શ્રીજીમહારાજને વિષે સ્વામી-સેવકપણે આશરો કરવો ને પંચ વર્તમાને યુક્ત એવા તેમના ભક્તને વિષે શ્રીજીમહારાજનું જ્ઞાન પામવાને અર્થે ગુરુભાવે આશરો કરવો.
|| ——-x——- ||
[/raw]