Gadhada Madhya 60

[raw]

ગઢડા મધ્ય : ૬૦

સંવત 1881ના શ્રાવણ વદિ 4 ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી, અને શ્વેત પછેડી ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી શ્રીજીમહારાજે કહ્યું જે પ્રશ્ન-ઉત્તર કરો.

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 60 || (193)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વિક્ષેપ સ્વપ્નમાં આવે તો જ તે વિક્ષેપ ચૈતન્યમાં પેઠો છે એમ જાણવું. (1) અને જે અમારા ભક્તને દુ:ખે દુ:ખી ન થાય તે ચંડાળ ને વિમુખ છે. (2) અને જે અમારો ભક્ત હોય તે તો અમારા ભક્તને દુ:ખે જરૂર દુ:ખી થાય અને અમારા ભક્તને કોઈક મારતો હોય તેને આડો પડીને મરે કે ઘાયલ થાય, તો તેનાં સર્વ પાપ નાશ પામી જાય. (3) અને જેને અમારા ભક્તનું વચન વસમું લાગે ને વૈર બંધાય તે ધર્મ, ત્યાગ, તપ તેણે યુક્ત હોય તો પણ તેનું કલ્યાણ થાય નહિ. (4) અને જે બધાય સાધુને સરખા જાણે તથા અમારું ને અમારા ભક્તનું કોઈક ઘસાતું બોલે તેને સાંભળી રહે તે વિમુખ છે. (5) અને જે અમારા ભક્તનો પક્ષ રાખે ને તેમની સાથે વિક્ષેપ ન રાખે તે અમારો યથાર્થ ભક્ત છે. (6) અને અમે દયાળુ છીએ પણ અમારા ભક્તને દુખવે તે ઉપર દયા નથી રાખતા અને જેને અમારો ને અમારા સંતનો પક્ષ હોય તે જ અમારો પૂરો ભક્ત છે. (7) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply