[raw]
ગઢડા મધ્ય : ૫૨
સંવત 1880ના ચૈત્ર વદિ 11 એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને ત્યાં વેદિકા ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો, ને પાઘને વિષે ફૂલનો તોરો વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને પોતાની આગળ મુનિ મંડળ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાવતા હતા તે જ્યારે કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 52 || (185)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે ગૃહસ્થની શોભા ત્યાગીને દોષરૂપ કહી છે ને ત્યાગીની શોભા ગૃહસ્થને દોષરૂપ કહી છે. (1) અને હેતની વાત વઢીને કહે ત્યારે સમજુ ગુણ લે ને મૂર્ખ મૂંઝાય. (2) અને શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત અમારી ભક્તિ કરવી એમ કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં મૂર્ખની પેઠે વિચાર કર્યા વિના કોઈ ચાળે ચડી જાવું નહિ એમ કહ્યું તે કેવી રીતે વર્તે તો ચાળે ન ચડ્યા કહેવાય? અને કેવી રીતે વર્તે તો ચાળે ચડ્યા કહેવાય?
ઉ.૧ શ્રીજીમહારાજે ત્યાગીને વનમાં એટલે સ્ત્રીઓના પ્રવેશે રહિત સ્થળ તે વન કહેવાય માટે તેવાં મંદિરોમાં રહેવાની આજ્ઞા કરી છે. તેમાં રહેવું તે વન જાણવું. ને ધર્મામૃતમાં કહ્યાં જે અગિયાર વસ્ત્ર તેથી વિશેષ ન રાખવાં તે વસ્ત્ર વિના રહ્યા સમજવું. અને કૌપિન હંમેશાં પહેરવી તે કૌપિનભર રહ્યા સમજવું. ને ટોપી ઘાલવી ને દાઢીમૂછ ન રાખવાં ને અગિયારમાં એકે વસ્ત્ર ધોળું ન રાખવું ને માન-અપમાન સહન કરવું, આ પ્રમાણે વર્તે તો ચાળે ચડ્યા ન કહેવાય. અને એમાં ફેર પડે તો ચાળે ચડ્યા જાણવું, અને ત્યાગી દ્રવ્ય રાખે, રખાવે કે પોતાથકી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ રાખી હોય તે મૂર્તિને જરિયાની વસ્ત્ર કે સાચાં-ખોટાં ઘરેણાં રાખે તો અધિક ચાળે ચડ્યા જાણવું.
પ્ર.૨ હાલમાં નોટો ચાલે છે તેને સાધુ-બ્રહ્મચારીથી અડાય કે નહિ?
ઉ.૨ જેવા પૈસા છે તેવી જ નોટ છે, માટે પૈસાને જેમ ન અડાય તેમ નોટને પણ ન અડાય અને રખાય-રખાવાય પણ નહિ.
|| ——-x——- ||
[/raw]