[raw]
ગઢડા મધ્ય : ૫૧
સંવત 1880ના ચૈત્ર વદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે,
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 51 || (184)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં ગુણનો સંગ ટાળીને આત્મારૂપે થાય ત્યારે જ સુખી થાય. (1) બીજામાં અમારી બાંધેલી મર્યાદા પાળે તે આત્મસત્તારૂપે વર્તે છે ને ન પાળે તે ભૂંડા દેશકાળમાં રહ્યો છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં ગુણનો સંગ હોય ત્યાં સુધી કોઈ સુખી રહે નહિ એમ કહ્યું અને (લો. 10ના 7/9 સાતમા પ્રશ્નમાં) માયાના સત્વગુણને સુખરૂપ કહ્યો છે તે કેમ સમજવું?
ઉ.૧ આમાં રજોગુણને દુ:ખદાયી કહ્યો છે પણ સત્વગુણને દુ:ખદાયી કહ્યો નથી, માટે વિરોધ નથી, પણ યથાર્થ સુખિયો તો જ્યારે નિર્ગુણ સત્તારૂપ થાય ત્યારે જ થાય.
પ્ર.૨ બીજા પ્રશ્નમાં શિવ-બ્રહ્માને સમર્થ ને નારદજીના ગુરુ કહ્યા અને બ્રહ્મસ્વરૂપે વર્તે છે એમ કહ્યું અને વળી ભૂંડા દેશાદિક નડ્યા એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૨ ઇન્દ્ર તથા પ્રજાપતિ આદિકથી શિવ-બ્રહ્માનું ઐશ્વર્ય અધિક છે માટે તેથી સમર્થ કહ્યા છે, અને બ્રહ્મા નારદજીના પિતા હતા ને તે શિવ થકી વર પામ્યા હતા તેથી ગુરુ કહ્યા છે, અને તે સગુણ છે ને ઉપાસના પણ વૈરાજની છે તે પણ સગુણ છે અને એમના જેવું બીજાથી બ્રહ્મરૂપે ન વર્તાય એમ કહ્યું છે, તે બીજા એટલે ઋષિ તથા પ્રજાપતિથી એમના જેવું વર્તી શકાય નહિ, એમ કહ્યું છે. અને શુકજીના જેવી સ્થિતિ એમની નહોતી તેથી ભૂંડા દેશાદિક નડ્યા છે તે જ્યારે પરબ્રહ્મની ઉપાસના થાય ને પોતે બ્રહ્મરૂપ થાય ને પોતાના ચૈતન્યને વિષે પરબ્રહ્મની મૂર્તિને સાક્ષાત્ દેખે ત્યારે ભૂંડા દેશાદિક નડી શકે નહિ તે (પ્ર. 23/1માં) કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]