[raw]
ગઢડા પ્રથમ : ૧૯
સંવત 1876ના પોષ સુદિ 1 પડવાને દિવસ શ્રીજીમહારાજ સંધ્યા સમે શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજતા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 19 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે ધર્મ, આત્મનિષ્ઠા, પ્રીતિ ને વૈરાગ્ય એ ચાર અંગની દૃઢતા કરવાનું કહ્યું છે. (1) બાબત છે.
પ્ર.૧ આમાં સ્વધર્મ, આત્મજ્ઞાન, પ્રીતિ ને વૈરાગ્ય તે સંપૂર્ણ ન હોય તેને ખોટ્ય કહી અને (મ. 9/5માં) અતિશે પ્રીતિ હોય તો કાંઈ કરવું રહેતું નથી એમ કહ્યું છે તે કેમ સમજવું? તેમ જ (પ્ર. 21/1માં) પણ સ્વધર્માદિક ચાર સાધને પોતાની પ્રસન્નતા કહી છે, અને (મ. 62ના ત્રીજા પ્રશ્નમાં) આત્મનિષ્ઠા, પ્રીતિ ને દાસપણું એમાંથી એક અંગ દૃઢ કરે તો પણ મોક્ષ થાય એમ કહ્યું છે તે કેમ સમજવું?
ઉ.૧ આમાં તથા (પ્ર. 21/1માં) સાધારણ પ્રીતિ કહી છે અને (મ. 9/5માં અને 62માં) અસાધારણ પ્રીતિ કહી છે. અને આમાં તથા (પ્ર. 21/1માં) આત્મજ્ઞાન કહ્યું છે તે ત્રણ દેહથી નોખો જે જીવાત્મા તેનું જ્ઞાન કહ્યું છે. અને (મ. 62માં) શ્રીજીમહારાજના તેજરૂપ જે આત્મા તે રૂપ થવું તે આત્મનિષ્ઠા કહી છે. તે (સા. 5ના 1/2 પહેલા પ્રશ્નમાં) માહાત્મ્યે સહિત ભક્તિ આવે, તો કલ્યાણકારી સર્વે ગુણ આવે છે. તથા (વ. 3ના બીજા પ્રશ્નમાં) અસાધારણ ભક્તિ આવે, તો જ્ઞાનાદિક ત્રણે એક ભક્તિમાં આવી જાય એમ કહ્યું છે. માટે આમાં તથા (પ્ર. 21માં) ચાર સાધન કહ્યાં તે સામાન્ય કહ્યાં છે અને અસાધારણ હોય તો એકના પેટામાં ચારે આવી જાય. || 19 ||
|| ——-x——- ||
[/raw]