સંવત 1880ના પોષ સુદિ 8 અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 44 || (177)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં જેને ભૂંડા દેશાદિકને યોગે કરીને બુદ્ધિ દૂષિત થાય છે તેણે કરીને અવગુણ વધુ સૂઝે છે. (1) અને પૂર્વે મોટા પુરુષનો યોગ થયો હોય અથવા અમારું દર્શન થયું હોય તેને પોતાના જ અવગુણ સૂઝે, પણ બીજા હરિભક્તના અવગુણ દેખે જ નહિ. (2) ને આસુરી હોય તેને પોતામાં અવગુણ ન ભાસે ને બીજા હરિભક્તમાં કેવળ અવગુણ ભાસે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે. || 177 ||