સંવત 1880ના ભાદરવા વદિ 10 દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા; પછી ત્યાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 39 || (172)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા એકાંતિક ભક્તને અમારા વિના બીજા પદાર્થનો ઘાટ થાતો નથી ને સ્વપ્નમાં પણ આવતાં નથી ને પ્રવૃત્તિમાં રહ્યા હોય, પણ અંર્તદૃષ્ટિ કરે ત્યારે આત્મસ્વરૂપને પામીને પરમ સુખરૂપે વર્તાય ને અમને સદા સાકાર જાણે અને જે દંભે કરીને અમારી ભક્તિ કરતો હોય તેના ઉપર રાજી ન થાય ને સાચા ભક્તને દેખીને જ રાજી થાય એવા સ્વાભાવિક ગુણ અમારા એકાંતિક ભક્તને વિષે રહ્યા છે. (1) અને મોટેરા હોય તેને નિષ્કામ વ્રતની અતિશે દૃઢતા કરવી. (2) બીજામાં પરોક્ષ શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે કરીને પોતાનો મહિમા કહ્યો છે જે જેમ દશમ સ્કંધમાં અનેક નામે કરીને વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણને જ કહ્યા છે અને સર્વકર્તા કહ્યા છે તેમ વચનામૃત, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ, હરિલીલાકલ્પતરુ, હરિદિગ્વિજય આદિક સાંપ્રદાયિક ગ્રંથોમાં નારાયણ, વિષ્ણુ, પરમાત્મા, પુરૂષોત્તમ, વાસુદેવ, નરનારાયણ, નીલકંઠ, હરિ, હરિકૃષ્ણ, શ્રીકૃષ્ણ, ઘનશ્યામ, સહજાનંદ, નારાયણમુનિ, બ્રહ્મ, પરબ્રહ્મ, પૂર્ણબ્રહ્મ ઇત્યાદિક વિશેષણોએ કરીને સાક્ષાત્ દિવ્ય વિગ્રહ સદા સાકાર મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમને જ કહ્યા છે એમ જાણવું અને પંચમ સ્કંધમાં જેમ એ શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે તેમ અમારા સાંપ્રદાયિક સર્વે ગ્રંથોમાંથી અમને સર્વ કર્તા સમજવા અને સર્વેને આત્યંતિક મોક્ષરૂપી સુખ દેવાને અર્થે અનેક પ્રકારે અનંત બ્રહ્માંડમાં મૂર્તિઓ ધારણ કરીને ધર્મ મર્યાદા બાંધીએ છીએ. તેમાં જે રહે તે અતિ મોટપ પામે ને તે મર્યાદા લોપે તો અતિ મોટો હોય તે પોતાની સ્થિતિમાંથી પડી જાય છે ને સાધારણ હોય તે અધોગતિને પામે છે. અને અમારા જન્મ-કર્મ દિવ્ય છે તે અમારા ચરિત્રનું ગાન શ્રવણ કરે તે સર્વ પાપથી મુકાઈને પરમપદ જે અમારું અક્ષરધામ તેને પામે છે. અને સર્વ નામના નામી, સર્વ અવતારોના કારણ અવતારી અને મૂળપુરુષ જે ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, મૂળઅક્ષરકોટી, ને તેથી પર જે અમારા મુક્ત તે સર્વેથી પર ને તે સર્વના નિયંતા પ્રત્યક્ષ ભગવાન છીએ, આવી રીતે અમારો મહિમા જાણીને નિષ્ઠા રાખે તે અંતે અક્ષરધામને પામે છે. (3) બાબતો છે.