[raw]
ગઢડા મધ્ય : ૩૨
સંવત 1880ના શ્રાવણ સુદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા, અને શ્રીજીમહારાજે અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, ને મસ્તકને ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી, અને કંઠને વિષે પુષ્પના હાર વિરાજમાન હતા તથા કર્ણને ઉપર પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા તથા મસ્તક ઉપર પુષ્પના તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા હવા જે,
ઇતિ વચનામૃતમ્ || 32 || (165)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ત્રણ દેહથી નોખો પોતાના જીવાત્માને જાણી તેને વિષે વાસુદેવ જે અમે તે અમારી મૂર્તિને ધારીને અમારું સ્મરણ કરે તો કુટુંબીનો સંબંધ ટળી જાય. (1) અને પ્રત્યક્ષ કહેતાં તમારી દૃષ્ટિને આગળ દેખાતા એવા પરબ્રહ્મ જે અમે તે અમારા સ્વરૂપનું એટલે અમારું ધ્યાન, સ્મરણ, કીર્તન ને કથા કરે તો માયાને તરી અમારા અક્ષરધામને પામે. (2) ને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ એ ત્રણ ભક્તિનાં સહાયરૂપ ઉપકરણ છે ને કલ્યાણ તો અમારી ભક્તિએ કરીને જ છે ને અમારો ભક્ત દેહ મેલે છે ત્યારે અમારા વિના બીજે પ્રીતિ ન રહે તે સારુ આત્મનિષ્ઠા ને વૈરાગ્ય તે ભક્તને વિષે પ્રેરીએ છીએ. (3) અને રૂડા દેશાદિક સેવવા ને ભૂંડા ન સેવવા. (4) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં કુટુંબી કહ્યા તે કિયા જાણવા?
ઉ.૧ દેહના સંબંધી તથા ઇંદ્રિયો-અંતઃકરણ તે સર્વે કુટુંબી જાણવા.
પ્ર.૨ પહેલી બાબતમાં જે ઉપાય બતાવ્યો તેણે કરીને કેવળ કુટુંબીનો સંબંધ ટળે એમ કહ્યું અને કલ્યાણનો ઉપાય તો બીજી બાબતમાં ભક્તિ વડે બતાવ્યો તે પહેલો જે ઉપાય કહ્યો તેમાં શી ન્યૂનતા આવી? તે કૃપા કરીને સમજાવો.
ઉ.૨ પોતાને ત્રણ દેહથી નોખો જીવાત્મા તે રૂપ માનીને ભગવાનનું સ્મરણ કરે પણ તેને કથા, કીર્તન ને ધ્યાન તે રૂપ ભક્તિ ન હોય તો બ્રહ્મરૂપ ન થવાય, એટલે શ્રીજીમહારાજના તેજરૂપ પોતાનું સ્વરૂપ સમજાય નહિ એ ન્યૂનતા રહે છે.
પ્ર.૩ ત્રીજી બાબતમાં આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ તે વિના એકલી ભક્તિએ કરીને કલ્યાણ થાય છે એમ કહ્યું, તે એકલી ભક્તિએ કલ્યાણ થાય ત્યારે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય તેને પ્રવેશ કરાવવાની શી જરૂર રહેતી હશે?
ઉ.૩ શ્રીજીમહારાજનું ધ્યાન, સ્મરણ, કથા, કીર્તન, એ ભક્તિ કરી હોય, અને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય દૃઢ ન કર્યા હોય તેથી તે ભક્તને અંતસમે દેહ-ગેહાદિકમાં પ્રીતિ રહી ગઈ હોય, તેને વિષે આત્મજ્ઞાન ને વૈરાગ્ય શ્રીજીમહારાજ પ્રેરે છે તેણે કરીને બીજે હેત રહ્યું હોય તે ટળી જાય છે.
|| ——-x——- ||
[/raw]