[raw]
ગઢડા મધ્ય : ૨૪
સંવત 1879ના શ્રાવણ સુદિ 8 અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચઢીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો, ને પાઘને વિષે મોગરાના પુષ્પનો તોરો ધારણ કર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 24 || (157)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં સાંખ્યનિષ્ઠાવાળા ભક્ત સર્વના સુખ-દુઃખનું પ્રમાણ કરી રાખે ને તેમાંથી વૈરાગ્ય પામીને અમારે વિષે પ્રીતિ રાખે એવું સમજણનું બળ હોય; અને યોગનિષ્ઠાવાળાને વિષમ દેશકાળે કરીને અમારી મૂર્તિમાંથી બીજે વૃત્તિ ચોંટી જાય અને એ બે નિષ્ઠા ભેળી હોય તો અમારા વિના બીજે લોભાય નહિ, કેમ જે અમે તથા અમારા મુક્ત ને અમારું અક્ષરધામ તે વિના બીજા દેવોના વૈભવ તે સર્વને તે નાશવંત જાણે ને અમારે વિષે જ પ્રીતિ રાખે માટે તેને વિક્ષેપ આવે જ નહિ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.
પ્ર.૧ અમે ને અમારા મુક્ત ને ધામ તે વિના બીજા લોક, દેવ ને વૈભવ સર્વે નાશવંત જાણે એમ કહ્યું ત્યારે તો ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર તે સર્વે દેવ સંજ્ઞામાં ભેળા આવી ગયા તે તો અવિનાશી છે તેને નાશવંત કેમ કહેવાય?
ઉ.૧ શ્રીજીમહારાજે નાશવંત છે એમ નથી કહ્યું એ તો જેની શ્રીજીમહારાજને આકારે વૃત્તિ થઈ હોય તે ભક્ત એમ સમજે, કેમ કે એની દૃષ્ટિ શ્રીજીમહારાજને આકારે થઈ ગઈ હોય તેથી તેને બીજું કાંઈ ભાસે જ નહિ. તે (પ્ર. 51માં) પુરૂષોત્તમ વિના બીજું કાંઈ ભાસે જ નહિ તેની દૃષ્ટિએ કહ્યું છે અને પ્રકૃતિપુરુષનું કાર્ય તો નાશવંત છે જ.
|| ——-x——- ||
[/raw]