સંવત 1878ના શ્રાવણ વદિ 6 છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે,
(પ્ર.૨) કલ્યાણને ઇચ્છે તેને કેમ રાજનીતિ ભણવી? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, રાજનીતિ એમ ભણવી જે, પ્રથમ તો ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે જાણવું. પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું, ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહિ, તેમ જ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે, ને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે, ને રસના તે અખંડ ભગવદ્ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે, ને નાસિકા તે ભગવાનના પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે પણ કુમાર્ગે કોઈ ઇંદ્રિયને ચાલવા દે નહિ, એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિષે હુકમ કોઈ ફેરવે નહિ અને એવી રીતે પુરુષપ્રયત્ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશે મોટો ઉપાય છે ને એ પુરુષપ્રયત્ન રૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે સર્વે પુરુષપ્રયત્ન રૂપી સાધનને વિષે આવે છે માટે પુરુષપ્રયત્ન તે જ કલ્યાણને અર્થે સર્વે સાધન થકી મોટું સાધન છે.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 12 || (145)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ઇંદ્રિયો-અંતઃકરણને દાબીને વર્તવું પણ તેથી દબાવું નહિ. (1) બીજામાં અમારું માહાત્મ્ય જાણીને ધ્યાન કરે અને ઇંદ્રિયોને નિયમમાં રાખીને વશ કરે તેનું આત્યંતિક કલ્યાણ થાય છે. (2) બાબતો છે.