સંવત 1877ના શ્રાવણ વદિ 8 અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તર મુખારવિંદે વિરાજમાન હતા, ને મસ્તકે શ્વેત પાઘ બાંધી હતી, ને શ્વેત પછેડી ઓઢી હતી, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 4 || (82)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પોતાના ચૈતન્યને ત્રણ દેહથી પૃથક્ માનીને અમારી મૂર્તિનું ચિંતવન કરે તે દૃઢ વિવેકી છે. (1) અને દેહરૂપ માનીને એક ક્ષણવાર સ્ત્રીનું ચિંતવન કરે તે ગોબરો છે. (2) અને અત્યંત નિર્વાસનિક થાય ત્યારે જ અમારા ધામને પામે; નહિ તો ઇંદ્રથી લઈને પ્રધાનપુરુષ સુધી જે દેવતા તેના લોકને પામે; એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ આમાં બીજી બાબતમાં એક ઘડી એટલે ક્ષણવાર દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે તો તેનો આઠે પહોર કરેલો જે આત્માનો વિચાર તે ધૂળમાં મળી જાય એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૧ માયાના કાર્યમાંથી નિર્વાસનિક થયો નથી તે આત્માનો વિચાર કરે પણ દૃઢાવ થઈ શકે નહિ ને માયામય જે પંચભૂતાત્મક દેહ તેમાં ભળી જાય ને આત્મા સંબંધી કરેલો વિચાર નિષ્ફળ થાય તે દેહરૂપ ધૂળમાં મળી ગયો જાણવું.