[raw]
ગઢડા પ્રથમ : ૬૦
સંવત 1876ના ફાગણ વદિ 1 પ્રતિપદાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, ને તે પાઘને વિષે ધોળા પુષ્પના તોરા વિરાજમાન હતા, ને કંઠમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી વાત કહેવા જાય તો કહેતાં પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 60 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે વાસના ટાળે તેને એકાંતિક ભક્ત કહ્યો છે. (1) બીજામાં આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને માહાત્મ્ય એ ત્રણ વાસના ટાળવાના ઉપાય કહ્યા છે. (2) અને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિક ધર્મ પમાય છે એમ કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં વાસના ટાળવી તે સર્વેથી મોટું સાધન કહ્યું તે વાસનાનું શું રૂપ હશે?
ઉ.૧ આમાં માયિક વિષયમાં પ્રીતિ રહે તેને વાસના કહી છે તે વાસનાને (પ્ર. 11ના પહેલા પ્રશ્નમાં,38ના પહેલા પ્રશ્નમાં,78ના તેવીશમા પ્રશ્નમાં, લો. 16ના બીજા પ્રશ્નમાં,મ. 25ના પહેલા પ્રશ્નમાં, તથા 47/2માં) માયિક પંચવિષયમાં આસક્તિરૂપ વાસના કહી છે અને (પ્ર. 58ના ચોથા પ્રશ્નમાં, કા. 12ના ત્રીજા પ્રશ્નમાં તથા મ. 7ના બીજા પ્રશ્નમાં) વિકાર નામે કહી છે, અને (છે. 18ના બીજા પ્રશ્નમાં) પૂર્વકર્મરૂપ વાસના કહી છે, તથા (20ના પહેલા પ્રશ્નમાં પૂર્વકર્મને સ્વભાવ, પ્રકૃતિ ને વાસના એ ત્રણ નામે કહેલ છે. અને (છે. 14ના પહેલા પ્રશ્નમાં તથા 38ના બીજા પ્રશ્નમાં સ્ત્રીના રાગ સંબંધી કામરૂપી વાસના કહી છે અને (પ્ર. 73ના ત્રીજા પ્રશ્નમાં) બ્રહ્મચર્યમાં કસરરૂપી વાસના કહી છે.
પ્ર.૨ એ વાસના ટાળવાનો ઉપાય શો હશે?
ઉ.૨ (પ્ર. 38ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજનાં ચરિત્ર સંભારવાં ને મુક્તોનો સમાગમ કરવો, એ બે ઉપાય બતાવ્યા છે અને (58ના ચોથા પ્રશ્નમાં) મોટા પુરુષના એટલે મુક્તના સમાગમથી ને તેમના રાજીપાથી ટળે છે એમ કહ્યું છે અને (73ના 5/8 પાંચમા પ્રશ્નમાં) આત્મનિષ્ઠા અને શ્રીજીમહારાજની મૂર્તિનું યથાર્થ જ્ઞાન, વૈરાગ્ય ને શ્રીજીમહારાજને ને મુક્તને નિર્લેપ જાણીને તેમને મન અર્પે તો ઊર્ધ્વરેતા થવાય અને સર્વ વિકાર માત્ર ટળી જાય એ ઉપાય બતાવ્યો છે અને (સા. 5ના પહેલા પ્રશ્નમાં) શ્રદ્ધા તથા શ્રીજીમહારાજના ને એમના ભક્તના એટલે મુક્તના વચનમાં વિશ્વાસ તથા શ્રીજીમહારાજમાં પ્રીતિ તથા માહાત્મ્ય એ ચાર સાધને કરીને વાસના નિવૃત્તિ થઈ જાય એમ કહ્યું છે; અને (કા. 12ના ત્રીજા પ્રશ્નમાં) વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત શ્રીજીમહારાજની વાત સાંભળવી એ ઉપાય બતાવ્યો છે. અને (લો. 16ના બીજા પ્રશ્નમાં) આત્મનિષ્ઠા, વૈરાગ્ય, બ્રહ્મચર્યાદિક ધર્મ ને માહાત્મ્યે સહિત ભક્તિ એ ચાર ઉપાય બતાવ્યા છે અને (મ. 7ના બીજા પ્રશ્નમાં) અતિશે મોટા સંતની સેવા કરવી તે ઉપાય બતાવ્યો છે અને (25ના બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજની ને એમના સંતની સેવા એ ઉપાય બતાવ્યો છે અને (47/2માં) સંતના સમાગમરૂપ ઉપાય બતાવ્યો છે અને (છે. 14ના 2/3 બીજા પ્રશ્નમાં) પવિત્ર દેશ, કાળ, ક્રિયા ને સંગ એ ચાર ઉપાય બતાવ્યા છે. અને (18ના ત્રીજા પ્રશ્નમાં) સત્પુરુષના સંગરૂપી ઉપાય બતાવ્યો છે. આમાં સંતનો એટલે મુક્તનો સમાગમ મન-કર્મ-વચને નિષ્કપટપણે કરવો તે સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે.
પ્ર.૩ બીજા પ્રશ્નમાં આત્મનિષ્ઠા કહી તે કેવી જાણવી?
ઉ.૩ ત્રણ દેહથી નોખો પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવો એ આત્મનિષ્ઠા આ ઠેકાણે કહી છે.
પ્ર.૪ પંચવિષયનું તુચ્છપણું જાણ્યાનો શો ઉપાય હશે?
ઉ.૪ (પ્ર. 15ના પહેલા પ્રશ્નમાં) મહિમા કહ્યો છે એવો શ્રીજીમહારાજનો મહિમા જાણે ત્યારે શ્રીજીમહારાજનું સુખ સર્વથી અધિક જણાય ત્યારે માયિક વિષય તુચ્છ થઈ જાય છે.
|| ——-x——- ||
[/raw]