[raw]
ગઢડા પ્રથમ : ૪૮
સંવત 1876ના મહા સુદિ 13 તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંધ્યા સમે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને પોતાના મુખારવિંદની આગળ બે મશાલું બળતી હતી, અને શ્રી વાસુદેવનારાયણની સંધ્યા-આરતી તથા નારાયણ ધૂન થઈ રહી.
તે કેડે શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વ સાવધાન થઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વ મુનિ તથા હરિભક્ત બોલ્યા જે, હે મહારાજ! કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 48 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે પોતાની ચિત્રમૂર્તિ પ્રમાણ કરી છે ને પ્રાત:કાળે એ મૂર્તિ પૂજવાની આજ્ઞા કરી છે. (1) અને ચાર પ્રકારના કુસંગથી તથા કામાદિક શત્રુથી રક્ષા કરજો, એમ ચિત્રમૂર્તિની સ્તુતિ કરવાનું કહ્યું છે. (2) અને એ ચિત્રમૂર્તિ અમે પંડે જ છીએ, માટે અપૂજ્ય રહેવા દેવી નહિ અને પંચ વર્તમાનમાં રહીને પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિમાં અમે રહેશું એમ કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ આમાં નરનારાયણની મૂર્તિ પૂજવાનું કહ્યું અને રહસ્યાર્થમાં શ્રીજીની કેમ કહી?
ઉ.૧ મહારાજ મુક્તભાવે બોલ્યા છે માટે એમ કહ્યું છે તે (પ્ર. 8ના પહેલા પ્રશ્નોત્તરમાં) છે.
પ્ર.૨ કુસંગથી રક્ષા માગવાનું કહ્યું તે બહારના તો ઓળખાય પણ સત્સંગમાં કેમ ઓળખાય?
ઉ.૨ ત્યાગી હોય તે સ્ત્રી-ધનનો પ્રસંગ રાખે તથા સ્ત્રી સંબંધી સંકલ્પ થઈ જાય તેનું પ્રાયશ્ચિત્ત એટલે ઉપવાસ ન કરે અને ગૃહસ્થ હોય તે પરસ્ત્રીનો સંગ કરે તથા પરધનને ગ્રહણ કરવાની ઇચ્છા રાખે તે કુડાપંથી જેવા જાણવા અને ત્યાગી અથવા ગૃહસ્થ દારુ-માંસના સંસર્ગવાળું ઔષધ ખાય અને જે પરદેશથી દવાની શીશીઓ આવતી હોય તે પણ દારુ જ છે અને લશુન, ડુંગળી, તમાકુ, લીલાગર, હિંગ, અફીણ આદિક અભક્ષ વસ્તુ ખાતા હોય તે શક્તિપંથીના જેવા જાણવા અને શ્રીજીમહારાજને અંતર્યામી ન જાણે ને મર્યાદા ન રાખે અને પંચવર્તમાનેયુક્ત શ્રીજીમહારાજના ભક્તને વિષે મનુષ્યભાવ રહે અને શ્રીજીમહારાજની પ્રતિમાને વિષે ચિત્ર-પાષાણાદિકનો ભાવ રાખે પણ દિવ્ય ન જાણે તેને નાસ્તિકના જેવા જાણવા. અને જે શ્રીજીમહારાજને નિરાકાર સમજે તેને વેદાંતી જેવા જાણવા. તેમનો પણ સંગ ન કરવો.
|| ——-x——- ||
[/raw]