[raw]
ગઢડા પ્રથમ : ૪૩
સંવત 1876ના મહા સુદિ 7 સાતમને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમે વિરાજમાન હતા, અને માથે ધોળી પાઘ બાંધી હતી, ને ધોળી ચાદર ઓઢી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને પાઘને વિષે પીળા પુષ્પના તોરા લટકતા હતા, ને કંઠને વિષે પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને બે કાનની ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે શ્રીજીમહારાજ સર્વ ભક્તજન ઉપર કરુણાની દૃષ્ટિએ કરીને સર્વે સામું જોઈને બોલ્યા જે, સર્વે સાંભળો એક પ્રશ્ન પૂછીએ છીએ જે,
ઇતિ વચનામૃતમ્ || 43 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે ચાર પ્રકારની મુક્તિને ઇચ્છે તે સકામ ને અર્થાર્થી છે અને તે ન ઇચ્છે ને એક સેવાને જ ઇચ્છે તે નિષ્કામ ને જ્ઞાની છે અને અમારા એકાંતિક ભક્તનો સમાગમ કરીને તે કાચ્યપ ટાળવી. (1) બાબત છે.
પ્ર.૧ ભગવાનના સ્વરૂપમાં લીન થાવું તે મુક્તિ ન ઇચ્છવી એમ કહ્યું તે મુક્તિની ઇચ્છાવાળા કેવી રીતે લીન થવા ઇચ્છતા હશે તે ના પાડી હશે, કેમ કે (સા. 11ના પહેલા પ્રશ્નમાં) અતિ પ્રેમવાળા ભક્ત ભગવાનની મૂર્તિમાં લીન થાય છે એમ કહ્યું છે, માટે તે કાંઈ સમજાતું નથી તે કૃપા કરીને સમજાવો?
ઉ.૧ તે મુક્તિની ઇચ્છાવાળા જળમાં જળવત્ અને અગ્નિમાં અગ્નિવત્ એક થઈ જવા ઇચ્છે છે તેનો નિષેધ કર્યો છે અને સેવાને એટલે દાસપણાને ઇચ્છનારા નિષ્કામ ભક્ત તો જળમાં મીનવત્ મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે પણ એક થઈ જતા નથી. નિષ્કામ ભક્તને તો શ્રીજીમહારાજ પોતાની મૂર્તિમાં રાખીને પોતાનું સુખ-ઐશ્વર્ય આપે છે, આ અનાદિમુક્તની સ્થિતિ છે. અને પરમ એકાંતિક જે મૂર્તિને સન્મુખ રહ્યા છે તે મુક્ત પણ દાસત્વ ભક્તિવાળા છે, ને શ્રીજીમહારાજના સાર્ધમ્યપણાને પામેલા છે.
પ્ર.૨ નિષ્કામ ભક્તને ઐશ્વર્ય-સુખ પમાડે છે એમ કહ્યું તે કિયા જાણવા ?
ઉ.૨ કાળ, કર્મ, માયાથી રહિતપણું અને અસંગી, નિર્વિકાર, નિર્લેપપણું અને અનંત જીવોનો મોક્ષ કરવાપણું, સ્વતંત્રપણું, સર્વજ્ઞપણું અને શ્રીજીમહારાજની પેઠે જ ચહાય તે કરવાપણું ઇત્યાદિ ઐશ્વર્ય જાણવાં અને શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખ રહ્યાં છે તે સુખ જાણવાં.
|| ——-x——- ||
[/raw]